Aradhana Bhatt - પ્રવાસીની



નમસ્કાર !

રાષ્ટ્રીય_સાહિત્ય_અકાદમી_દિલ્હી_અને_ગુજરાતી_ભાષા_સાહિત્ય_ભવન_દ્વારા_આયોજિત
#પ્રવાસી_મંચ
#આરાધના_ભટ્ટ







આજે તારીખ 24 જાન્યુઆરી 2020 ના રોજ ગુજરાતી ભાષા સાહિત્ય ભવન દ્વારા પ્રવાસી મંચ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા વિદ્ધવાનો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર હતા. તેમજ અતિથિ વિશેષ તરીકે આરાધના ભટ્ટ  (click here to know more) જેવોઓસ્ટ્રેલિયાના પ્રવાસે થી ભારત આવેલા ગુજરાતી લેખિકા હાજર હતા. વિશેષ મહાનુભાવોમાં કવિશ્રી વિનોદ જોશી, મધુકરભાઈ, જયંત મેઘાણી, સુભાષભાઈ,ચિંતનભાઈ તેમજ  અંગ્રેજી, અર્થશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો હાજર હતા.

મહેન્દ્રસિંહ પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી  વિનોદ જોશી દ્વારા ખુબ જ સરસ રીતે આરાધના ભટ્ટ નો પરિચય કરાવવામાં આવ્યો જેમાં તેમની બોલવાની શૈલી થી માંડી અને તેમના રસના વિષયો, આવડતો જેવીકે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં માહિર અને સંગીતના પણ જાણકાર અને લેખિકા તરીકે ત્રણ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. જેમાં પ્રવાસીની કૃતિમાં તેમણે વિદેશમાં રહેતી ભારતીય મહિલાઓની મનઃસ્થિતિ અને તેઓ વિદેશમાં રહી અને દેશ વિશે કેવું અનુભવે છે, તેની વાત કરેલ છે.



આરાધના ભટ્ટ દ્વારા પણ રસપ્રદ વાતો કરવામાં આવી જેમાં તેમની ભારત અને ઓસ્ટ્રેલિયાની સફરની પણ વાત કરી અને ઓસ્ટ્રેલિયા માં થયેલા ઘણા બધા અનુભવો અને ઘણી બધી ગમતી ન ગમતી વાતો કરી, કઈ રીતે તેઓ આ બે દેશ વચ્ચે એક રેડિયો પ્રસારણ ના માધ્યમથી તેઓએ સેતુની ભૂમિકા ભજવી. આજથી ૧૩ વર્ષ પહેલા તેઓએ સુર સંવાદ ગુજરાતી રેડિયોની સ્થાપના કરી જેમાં તેઓ વિવિધ કાર્યક્રમો કરે છે જેવા કે કાવ્યપઠન, સંગીત અને સંવાદ વગેરે. તેમની લાગણીને તેમના જ શબ્દોમાં દર્શાવીએ તો

"જ્યારે જ્યાં છું ત્યાં ત્યાંની જ હોવ છું "

વધારે માં તેમણે એ પણ ઉમેર્યું કે ગુજરાતી ભાષાને ઓસ્ટ્રેલિયા જઈને જ મેં પામી છે. તેઓએ રેડિયોમાં થતા સંવાદમાં કઈ રીતે સ્વાધ્યાય કરવું પડે તેમજ કેવા પ્રશ્નો પૂછવા અને તેમાં કેવા જવાબ મળશે તેના અનુસંધાને તેમાંથી પણ કઈ રીતે પોતાની જોઈતી વાત બોલાવવી તે વિશેની પણ સરસ વાત કરી.

પ્રશ્નોત્તરીમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા રસપ્રદ પ્રશ્નો પુછવામાં આવ્યા. જેમાંથી પણ ઓસ્ટ્રેલિયાના શિક્ષણ, લોકોની માનસિકતા, ત્યાંના રાજનૈતિક વાતાવરણ, તેમજ ત્યાં વસતા ગુજરાતીઓ વિશે જાણવા મળ્યું કે તેઓ ઓસ્ટ્રેલિયા માં રહીને ગુજરાત વિષે શું વિચારે છે અને ગુજરાતી ભાષાને કેવો પ્રતિસાદ આપે છે. મેડમ પાસેથી ઓસ્ટ્રેલિયા તેમજ  ગુજરાતી સાહિત્ય, સંગીત વિષય પર પણ જાણ્યું અને ખૂબ જ આનંદ અનુભવ્યો.

આ કાર્યક્રમમાં આમંત્રણ બદલ ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન અને મહેન્દ્રસિંહ પરમાર સરના વિશેષ આભારી છીએ. તેમજ આ તક માટે દિલીપ બારડ સરના પણ આભારી છીએ.


આભાર !

3 Comments

Post a Comment

Previous Post Next Post